પનીરમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે પરંતુ આજે અમે તમને પાલક પનીરની રેસીપી જણાવવા જી રહ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદારાક છે.
પાલક, પનીર, તેલ, જીરું, હિંગ, તમાલપત્ર, આદુ,લસણ, ડુંગળી, ટમેટા, ગરમ મસાલો, મરચું પાવડર, કોથમીર.
સૌ પ્રથમ પાલકને ધોઈને બાફી લો અને પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો. ત્યાર બાદ તેમાં લસણ, આદુ અને ડુંગળી અલગ-અલગ ઉમેરી પેસ્ટ બનાવો.
હવે એક પેનમાં 1-2 ચમચી તેલ નાખીને પનીરને ક્યુબ્સમાં કાપી લો અને સોનેરી થાય ત્યાં સુધી તળો.
હવે એક બાઉલમાં પનીર કાઢી લો અને તે જ પેનમાં ફરીથી તેલ નાખીને ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર અને હિંગ નાખીને વઘારો.
હવે તેમાં આદુ, લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરો અને આછું સોનેરી થાય ત્યાં સુધી પકાવો.
હવે તેમાં દર્શાવેલ તમામ મસાલા જેમ કે મીઠું, ગરમ મસાલો, ધાણા પાવડર, લાલ મરચું પાવડર વગેરે ઉમેરી થોડીવાર ધીમી આંચ પર પકાવો.
હવે ટમેટાની પ્યુરી ઉમેરીને સારી રીતે ફ્રાય કરીને થોડીવાર પકાવી પછી તેમાં પાલકની પેસ્ટ ઉમેરીને પકાવી તેમાં પનીરના ટુકડા ઉમેરીને મિક્સ કરો.
હવે ઉપર ક્રીમ નાખીને પછી ગરમા-ગરમ ચપાતી કે નાન વગેરે સાથે સર્વ કરો
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.