Moraiya Khichdi: ફરાળી મોરૈયાની ખીચડી આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi09, Sep 2024 11:39 AMgujaratijagran.com

ફરાળી મોરૈયાની ખીચડી

ઉપવાસ માટે ફરાળમાં તમે ફરાળી મોરૈયાની ખીચડી ઘરે બનાવી શકો છો, નોંધી લો આ રેસીપી.

સામગ્રી

મોરૈયો, દૂધી કે બટાકા, આદુ-મરચાની પેસ્ટ, ઘી, દહીં, પાણી, જીરું, મીઠું, લવિંગ, તજ પાવડર, મગફળી, મીઠો લીમડો, કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મોરૈયાને ધોઈને 5 મિનિટ પલાળી દો અને બટેકાને છીણી લો.

સ્ટેપ-2

હવે કુકરમાં થોડું ઘી ગરમ કરી તેમાં જીરુ, સુકુ લાલ મરચું,શીંગદાણા ઉમેરી સાતળો. પછી મીઠા લીમડાના પાન, આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં ખમણેલું બટાકું, મીઠું ઉમેરી મિક્સ કરી તેમા તજ લવિંગનો પાવડર ઉમેરી 2 મિનિટ પકાવો.

સ્ટેપ-4

હવે તેમા થોડું પાણી અને થોડું દહીં ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી મિડિયમ ગેસ પર 4 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી મોરૈયાની ખીચડી,તમે વ્રત દરમિયાન ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Aloo Puff Recipe : આલુ પફ બનાવવાની પરફેક્ટ રીત