કેળાનો મિલ્ક શેક ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi04, Jan 2024 01:32 PMgujaratijagran.com

કેળાનો મિલ્ક શેક

બનાના મિલ્ક શેક એક એવું ડ્રિંક્સ છે જે બાળકોથી લઈને મોટા સુધી દરેકને પસંદ હોય છે. કેળાનો મિલ્ક શેક સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. બનાના મિલ્કશેક ઝડપથી તૈયાર કરી શકાય છે. તેમાં બરફ, ક્રીમ અને વેનીલા એસેન્સ ઉમેરીને વધુ ઘટ્ટ બનાવી શકાય છે.

સામગ્રી

1 કપ કેળા, 1 કપ દૂધ, 1/4 કપ ક્રીમ, 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ, અડધો કપ બરફનો ભૂકો.

સ્ટેપ- 1

બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે બ્લેન્ડ કરી લો.

સ્ટેપ- 2

હવે તેને ઘટ્ટ બનાવવા માટે તમે મિલ્ક પાવડર ઉમેરી શકો છો.

સ્ટેપ- 3

હવે તેમાં બરફના ટુકડા નાખો.

સ્ટેપ- 4

તૈયાર છે તમારું બનાના શેક તમે તેને ઠંડુ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઇડ પરફેક્ટ જીરા રાઈસ બનાવવાની રીત