જાણી લો ઘરે હેલ્ધી બનાના આઈસ્ક્રીમ બનાવવાની સરળ રેસિપી


By Smith Taral02, Jun 2024 11:14 AMgujaratijagran.com

ઉનાળામાં માર્કેટમાંથી આઈસ્ક્રીમ ખરીદીને તો આપણે ખાતા જ હોઈએ છીએ, પરંતુ જો તમે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી આઈસક્રીમ બનાવી શકો તો. આવો જાણીએ બનાના આઈસ્ક્રીમ બનાવવાની આ સરળ રેસિપી વિશે

સ્ટેપ 1

એક પ્લેટમાં પાકેલા કેળાને છોલીને તેના ટુકડા કરી લો. ધ્યાન રાખો તે બધા છુટા રહે અને એકબીજા સાથે ચોંટી ન જાય

સ્ટેપ 2

હવે આ સ્લાઈસને એક કન્ટેનરમાં મૂકી દો અને તેને ફ્રીઝરમાં 2 કલાક માટે તેમ જ રહેવા દો

સ્ટેપ 3

હવે ફૂડ પ્રોસેસરમાં, ફ્રોઝન કેળાના ટુકડા ને નાખીને બ્લેન્ડ કરી લો. તે એક પેસ્ટ જેવું બની જશે, તેનુ ટેક્સચર ચકાસી લો

સ્ટેપ 4

પેસ્ટને વધુ સારી બનાવવા માટે તેમાં થોડી માત્રામાં દૂધ ઉમેરો અને સહેજ મીઠાશ માટે 1-2 ચમચી મેપલ સીરપ ઉમેરો

સ્ટેપ 4

પેસ્ટને વધુ સારી બનાવવા માટે તેમાં થોડી માત્રામાં દૂધ ઉમેરો અને સહેજ મીઠાશ માટે 1-2 ચમચી મેપલ સીરપ ઉમેરો

સ્ટેપ 5

હવે આ મિક્ષરને બાઉલમાં ટ્રાન્સફર કરો અને તેને ચોકલેટ ચિપ્સથી ગાર્નીશ કરી લો

સ્ટેપ 6

હવે, આ મીક્ષરને લગભગ 30 મિનિટ માટે ફ્રીઝ કરી લો ,તૈયાર છે તમારો હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાના આઈસ્ક્રીમ.

ઉનાળાની ગરમીમાં પીવો, ઠંડો હેલ્ધી કોકમ શરબત, જાણી લો આ સરળ રેસિપી