હક્કા નૂડલ્સ તો દરેક લોકોએ ખાધા જ હશે પરંતુ તમે ક્યારેય બચેલી રોટલીમાંથી હક્કા નૂડલ્સ બનાવ્યા છે, નોંધી લો રેસીપી.
બચેલી રોટલી,ગાજર,ડુંગળી,કોબીજ,કેપ્સીકમ,મરચાની ચટણી,કઠોળ,આદુ-લસણ,લીલું મરચું,મીઠું,તેલ,કાળા મરી પાવડર,સોયા સોસ.
સૌ પ્રથમ રોટલીને ગોળ રાઉન્ડ કરી પાટલા પર રાખી છરી વડે પાતળી અને લંબાઈમાં ટુકડા કરી લો. તેવી જ રીતે તમામ સબ્જીને પણ લંબાઈમાં સમારી લો.
હવે એક પેનમાં થોડુ તેલ ગરમ કરી તેમાં સમારેલી રોટલી ઉમેરીને શેકીને એક પ્લેટમાં લો.
હવે તે જ પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ-લસણની પેસ્ટ,લીલા મરચા,ડુંગળી,ગાજર,કોબીજ,કેપ્સીકમ ઉમેરીને થોડીવાર પકાવો.
હવે તેમાં સોયા સોસ,કાળા મરી પાઉડર,લીલા મરચાની કટકી અને તળેલી રોટલી ઉમેરીને થોડીવાર પકાવીને મિક્સ કરી લો.
તૈયાર છે હક્કા નૂડલ્સ તમે પ્લેટમાં કાઢીને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.