Friendship Day 2024: ફ્રેન્ડશિપ ડેના અવસર પર મિત્રો સાથે આ 5 મૂવીઝ જુઓ


By Smith Taral04, Aug 2024 03:06 PMgujaratijagran.com

મિત્રો આપણા જીવનમાં અમુલ્ય ભાગ ભજવે છે, તેમના સંગતની અસર આપણા જીવન પર ઊંડી છાપ છોડે છે. મિત્રતા જ એક એવો સબંધ છે જેમાં અમીર, ગરીબ, ઉંમર, જાતિ, દેખાવ, રંગ કંઈ જોવામા આવતું નથી. આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે આવાજ મુલ્યોને ઉજાગર કરતી બોલીવુડની કેટલીક ફિલ્મોની વિશે જાણીશું. આજના ખાસ દિવસે તમારા મિત્રો જોડે જૂવો

જીદંગી ના મીલેગી દોબારા

હ્રતીક રોશન, ફરહાન અખ્તર, અભય દેઓલ, કેટરીના કૈફ અને કલ્કી કોચલીન સ્ટારર આ ફિલ્મ મિત્રતા પર બનેલી સુપરહીટ ફિલ્મોમાંની એક છે. ફિલ્મની વાર્તા ત્રણ મિત્રોની છે જેઓ સ્પેનમાં બેચલર ટ્રીપ દરમિયાન એકબીજાનો સાથ આપી ઉત્સાહભેર જોખમભર્યા સ્પોર્ટમાં ભાગ લે છે અને અંગત જીવના ચાલતી તેમની મુઝવણોને સાથે મળીને ઉકેલ લાવે છે

દીલ ચાહતા હૈ

દીલ ચાહતા હૈ ફિલ્મમાં આમીર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન, ડીમ્પલ કાપડીયા અને સોનાલી કુલકર્ણીએ સુંદર અભિનય કર્યો છે. ફિલ્મની વાર્તા ત્રણ મિત્રોની જેઓ કોલેજ પછી ગોવાની ટ્રીપ પર જાય છે જ્યા તેમને અવનવા અનુભવ થાય છે, વાર્તમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે અક્ષય ખન્નાનું પાત્ર સીદ ડીમ્પલ કાપડીયાના પાત્ર તારાના પ્રેમમાં પડે જે તેનાથી ઉંમરમાં ઘણા મોટી છે.

જાને તુ યા જાને ના

જાને તુ યા જાને કોલેજ ફેન્ડીશીપ અને રોમાન્સ ઉપર આધારીત છે. આમાં ઈમરાન ખાન અને જેનીલીયા ડીસોઝા લીડ રોલમાં નજર આવે છે. ફિલ્મની વાર્તા ઈમરાન અને જેનલીયાના પાત્રની આસપાસ ફરે છે જેઓ બાળપણથી પાક્કા મિત્રો છે અને સ્વભાવમાં એકબીજાથી બિલકુલ અલગ છે

થ્રી ઈડીયટ્સ

થ્રી ઈડીયટ્સ મિત્રતા ઉપર બનાવાવમાં આવેલી બોલીવૂડની સૌથી ખાસ ફિલ્મ છે. એન્જીનીયરીંગ કરી રહેલા ત્રણ મિત્રો રેન્ચો, રાજૂ અને ફરહાનની આ વાર્તામાં બધી જ લાગણીઓ સમાયેલી છે. કેવી રીતે ત્રણે મિત્રો એકબીજા માટે પ્રેરણા બને છે તેમને પેશન ફોલો કરવા માટે મોટીવેટ કરે છે તે આ ફિલ્મમાં સુંદર રીતે ઉજાગર કરવામાં આવ્યું છે.

કાઈ પો છે

મિત્રતા ઉપર ઈશાન, ઓમી અને ગોવિંદની આ વાર્તા ઘણી દર્દનાક છે. કેવી રીતે સાંપ્રદાયિક નફરત અને ધાર્મિક રાજકારણના લીધે તેમની વચ્ચેના સંબધ પ્રભાવિત થાય છે તે આ ફિલ્મમાં અદ્ભૂત રીતે દર્શવાવ્યું છે. આ ફિલ્મના ગીતો પણ ખૂબ મધુર છે

Surti Khaman Recipe: વાટેલી દાળમાંથી ઘરે બનાવો સુરતી ખમણ