સુરતની ઘણી રેસીપી ફેમસ છે, તે પૈકીની એક વાટી દાળમાંથી ખમણ તમે ઘરે ટ્રાય કરી શકો છો, નોંધી લો રેસીપી.
ચણાની દાળ,લીંબુનો રસ, દહીં,લીલા મરચા-આદુની પેસ્ટ,બેકિંગ સોડા,હળદર,તેલ,પાણી,મીઠું,હિંગ, રાઈ,કોથમીર.
સૌ પ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈને 6 કલાક પાણીમાં પલાળી દો.
હવે તેને મિક્સર જારમાં નાખીને પીસી લો અને 1 કપ પાણી ઉમેરીને તેને ફરીથી ગ્રાઈન્ડ કરી લો.
હવે તેને એક મોટા બાઉલમાં કાઢીને લીંબુનો રસ, દહીં,મીઠું નાખીને મિક્સ કરીને પ્લેટ ઢાંકીને થોડી ગરમ જગ્યાએઆથો આવવા માટે રાખો.અને તેમાં લીલા મરચા-આદુની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લો.
હવે એક વાસણમાં થોડુ પાણી નાખીને તેને મધ્યમ ગેસ પર ઢોકળાની થાળીમાં બેટર રેડીને સ્ટીમરમાં 10-15 મિનિટ સ્ટીમ કરો.
સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢીને પછી ઢોકળાના નાના ટુકડા કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ,હિંગ,લીલાં મરચાં નાખીને સાંતળીને ઢોકળા પર તડકો રેડો અને કોથમીરથી ગાર્નિશ કરીને ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.