હવે વેક્સિંગ માટે પાર્લરમાં જવાની જરૂર નથી કારણ કે અમે તમને ઘરે જ વેક્સ બનાવી શકો છો, જાણી લો તેની રીત.
ખાંડ, મધ, લીંબુનો રસ, તેલ.
સૌ પ્રથમ એક વાસણમાં ખાંડ, પાણી નાખી ગેસ પર ગરમ કરી ખાંડ ઓગળી લો.
હવે તેમા તેલના 2-3 ટીપાં ઉમેરીને તેને મિક્સ કરી લો.
હવે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને ગેસની ધીમી આંચ પર ચમચી વડે મિક્સ કરો.
હવે આ મિશ્રણનો રંગ બદલાવા લાગે એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે હોમમેઇડ વેક્સ તમે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.
સામાન્ય વેક્સની જેમ હોમમેઇડ વેક્સનો પણ ઉપયોગ કરી શકાય છે. તેને બરણીમાંથી બહાર કાઢીને વેક્સ હીટર કે કોઈપણ વાસણમાં ગરમ કરીને તેને વાળના વિકાસની દિશામાં લગાવો.
વેક્સ લગાવતા પહેલા તેનું તાપમાન તપાસવું જોઈએ, નહીં તો તમારી ત્વચા બળી શકે છે. તેમજ વેક્સિંગ પછી ત્વચાને હૂંફાળા પાણીથી સાફ કરો અને પછી મોઇશ્ચરાઇઝ કરો.
હવે તમે પણ વેક્સ ઘરે બનાવજો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.