હાઇ-પ્રોટીન સ્પ્રાઉટ્સ ચાટ છે હેલ્ધી અને ટેસ્ટી, જાણી લો બનાવાની રીત


By Smith Taral31, Aug 2024 02:32 PMgujaratijagran.com

સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા છે પરંતુ બહારનું ખાવાથી ડર લાગે છે? આવો જાણીએ સ્વાદિષ્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ રેસીપી જેમાં સ્પ્રાઉટ્સ, શાકભાજી, ચટણી, લીંબુનો રસ અને મસાલાના સાથે ઘરે જ બનાવી શકાય છે.

સામગ્રી

ફણગાવેલા મગ, કાળા ચણા, બાફેલા ચણા, 1 ડુંગળી, 2 નાના ટામેટાં, કાકડી, લીલા મરચાં, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, શેકેલું જીરું, સમારેલું આદુ, લીંબુનો રસ, કાળું મીઠું અને કાળા મરી .

સ્ટેપ 1

એક ચોપિંગ બોર્ડ લો અને શાકભાજીને ઝીણી સમારી લો અને બાજુ પર રાખો.

સ્ટેપ 2

ફણગાવેલા મગને ધોઈને રાખો અને એક બાઉલમાં ઉમેરો.

સ્ટેપ 3

ત્યારબાદ કાલા ચણા અને કાબુલી ચણાને અલગ-અલગ ધોઈને બાજુ પર રાખો.

સ્ટેપ 4

હવે, શાકભાજી, સ્પ્રાઉટ્સ અને ચણાને મિક્સ કરો અને તેને ચટણી સાથે સરસ રીતે મિક્સ કરો.

સ્ટેપ 5

હવે, લીંબુનો રસ, કાળું મીઠું, મસાલા, ધાણાજીરું અને લીલા મરચાં મિક્સ કરીને તેને સારી રીતે હલાવો અને ચાટમાં ઉમેરો. સ્પ્રાઉટ્સ સાથે સરસ રીતે મિક્સ કરો.

સ્ટેપ 6

તમને ગમે એ રીતે તેને ગાર્નિશ કરી ઘરમાં આરામથી હેલ્ધી અને આ પ્રોટીનયુક્ત નાસ્તાનો આનંદ માણી શકો છો

સવારે અખરોટ આ ખાવાના 8 ફાયદાઓ જાણી લો