શિયાળામાં શરીરને ઠંડીથી બચાવવા માટે અવનવી રેસીપી ટ્રાય કરતા હોય છે, તમે મેથી ગુંદરના લાડુની રેસીપી અજમાવી શકો છો.
સૂકી મેથી પાવડર, ઘી, ગોળ, અડદનો લોટ, ઘઉંનો લોટ, બેસન, ગુંદર, તરબૂચના બીજ, ખસખસ, બદામ અને કાજુ, કિસમિસ, એલચી પાવડર, ડેસીકેટેડ નારિયેળ, સૂંઠ પાવડર, ગાંથોડા પાઉડર.
સૌ પ્રથમ એક પેનમાં કોપરું અને ડ્રાય ફ્રૂટ્સને શેકી એક બાઉલમાં રાખો અને ગુંદરને ઘી ગરમ કરી તેમા તળી લો.
હવે તે પેનમાં ફરીથી ઘી ગરમ કરી બધા લોટ ઉમેરીને શેકી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળ નાખી ઓગાળી લો.
હવે ઘી ગોળના મિશ્રણમાં લોટનું મિશ્રણ અને મેથીનો લોટ, ક્રશ કરેલ ગુંદર અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને બધુ મિક્સ કરી લો.
હવે તૈયાર કરેલ મિશ્રણમાંથી લાડુ બનાવીને એક પ્લેટમાં રાખો.
તૈયાર છે મેથી ગુંદરના લાડુ, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.