ઘરે કેવી રીતે બનાવશો સુજીના ગુલાબ જાંબુ


By Smith Taral24, Mar 2024 01:37 PMgujaratijagran.com

ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુ બધાનું પ્રિય ડેઝર્ટ હોય છે, ખાંડની ચાસણીમાં ડુબાડેલા આ સોફ્ટ સ્વીટ ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. આજે આપણે સોજીના ગુલાબ જાંબુ કેવી રીતે બનાવવા એ વિશે જાણીશું

ઈનગ્રીડ્યન્ટ્સ

સોજી - 2.5 કપ, ઘી - 2 ચમચી ઈલાઈચી પાવડર - 1 ચમચી ખાંડ - 2 કપ, તેલ (ડીપ ફ્રાય માટે) પાણી દૂધ - 2 કપ

સ્ટેપ 1

એક તપેલીમાં પાણી અને ખાંડ ઉમેરી તેને ઉકાળો, જ્યાં સુધી ખાંડ ઓગળીને એક ફાઈન પેસ્ટ ના બની જાય ત્યાં સુધી હલાવતા રહો.

સ્ટેપ 2

હવે અડધી ચમચી ઈલાઈચી પાઉડર અને 1 ટેબલસ્પૂન દૂધ ઉમેરો આમ કરવાથી ખાંડના ક્રિસ્ટલ નહિ બને

સ્ટેપ 3

ખાંડની ચાસણી તૈયાર કરી તેને અલગ વાસણમાં કાઢી બાજુમાં મુકિ રાખો

સ્ટેપ 4

બીજી તપેલીમાં ઘી ઉમેરી ને ધીમી-મધ્યમ ગેસ પર પર સોજીને શેકી લો. જ્યાં સુધી તેમાં સુગંધિત અને તેનો રંગ ના બદલાય ત્યાં સુધી રાહ જુઓ

સ્ટેપ 5

હવે તેમા ખાંડ અને ગરમ દૂધમાં એલચી પાવડર ઉમેરો, દૂધ શોષાઈ ન જાય ત્યાં સુધી ધીમી આંચ પર હલાવતા રહો.

સ્ટેપ 6

આ ઠંડુ કરો અને તેને બાઉલમાં કાઢી લો કરો. તમારી હથેળી પર થોડું તેલ/ઘી ફેલાવો અને અને તેના નાના બોલ બનાવવાનું શરૂ કરો.

સ્ટેપ 7

એક પેનમાં તેલ ગરમ કરો અને આ બોલ્સને ડીપ ફ્રાય કરો. બોલ્સ બ્રાઉન ના થાય ત્યાં સુધી તળતા રહો.

આ ઉનાળામાં તમારી સ્કિનને ફ્રેશ અને હેલ્થી રાખવા માટે આ 5 DIY મિસ્ટ્સ નો ઉપયોગ કરો