સફેદ કઢી બનાવવાની રીત


By Vanraj Dabhi06, Feb 2024 06:11 PMgujaratijagran.com

સફેદ કઢીની રેસીપી

ગુજરાતમાં પકોડાની સાથે કઢી ખાવામાં આવે છે.ગુજરાતી કઢીમાં ઓછા મરચા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને પણ ગુજરાતી કઢીનો સ્વાદ માણવા માગો છો તો ઘરે આ રેસીપીને ટ્રાય કરીને ગુજરાતી કઢી બનાવી શકો છો.

સામગ્રી

દહીં,ચણાનો લોટ,તજ પાવડર,ખાંડ,લાલ મરચું પાવડર,મીઠા લીમડાના પાન,લાલ મરચા,કોથમરી,તેલ,હીંગ,રાઈ,મીઠું સ્વાદ મુજબ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં દહીં,ચણાનો લોટ ઉમેરીને મિશ્રણમાં ગઠ્ઠાઓ ન રહે તે રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે તેમાં લાલ મરચું પાવડર,ખાંડ,તજ પાવડર,સ્વાદ મુજબ મીઠું અને 3-4 કપ પાણી ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,લાલ મરચાં,મીઠો લીમડો નાખીને થોડી વાર સાંથળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં ચણાનો લોટ-દહીંનું મિશ્રણ નાખીને પકાવો.

સ્ટેપ- 4

થોડીવાર પકાવીને કોથમરી ગાર્નિશ કરીને ગેસ બંધ કરી દો.

સર્વ કરો

ગુજરાતી સ્વાદથી ભરપૂર કઢીને લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ફરાળી પેટીસ બનાવવાની રીત