ફરાળી પેટીસ બનાવવાની રીત


By Vanraj Dabhi06, Feb 2024 05:19 PMgujaratijagran.com

ફરાળી પેટીસ

ફરાળી પેટીસ અથવા વડા ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે, જે બટાકા અને સૂકા ફળો સાથે બનાવવામાં આવે છે.

સામગ્રી

બાફેલા બટાકા,કાજુ-બદામ-કિસમિસ,લીલા મરચા,સમા,સાબુદાણા,1 ચમચી રોક મીઠું,કાળા મરી પાવડર,નારિયેળનું કોપરું,કોથમરી,ઘી.

સ્ટેપ- 1

બટાકાને છીણી, સમા ચોખા અને સાબુદાણાને મિક્સરમાં સારી રીતે પીસીને પાવડર બનાવી લો.

સ્ટેપ- 2

હવે તેમાં કાજુ,બદામ,લીલાં મરચાં,કિસમિસ,કોથમરી,નારિયેળનું કોપરું,ખાંડ અને થોડા બટેટા ઉમેરો અને સ્ટફિંગ તૈયાર કરો.

સ્ટેપ- 3

હવે સ્ટફિંગમાંથી નાના-નાના બોલ બનાવી લો.

સ્ટેપ- 4

બટાકા,મીઠું અને કાળા મરીમાં સાબુદાણાની પેસ્ટ મિક્સ કરીને લોટ બાંધી લો.

સ્ટેપ- 5

હવે તેમાં બટાકાના મિશ્રણને તમારા હાથ પર ફેલાવી અને તેમાં સ્ટફિંગનો એક બોલ મૂકો અને તમારા હાથથી પેટીસનો આકાર આપો.

સ્ટેપ- 6

કોથમીર ગાર્નિશ કરીને સાત્વિક ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બાસુંદી બનાવવાની રીત