બાસુંદી બનાવવાની રીત


By Vanraj Dabhi06, Feb 2024 04:38 PMgujaratijagran.com

બાસુંદી રેસિપી

બાસુંદી એ એલચી અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર સ્વાદિષ્ટ મીઠાઈ છે. તે દૂધમાંથી બને છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ભારતના ઘણા રાજ્યોમાં આ મીઠાઈ પીરસવામાં આવે છે.

સ્ટેપ- 1

એક કડાઈમાં દૂધ નાખીને મધ્યમ તાપ પર ગરમ કરી લો.

સ્ટેપ- 2

દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળતા રહો અને તેને ક્યારેક-ક્યારેક ચમચી વડે હલાવતા રહો.

સ્ટેપ- 3

હવે તેમાં એલચી પાવડર અને ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે ગેસ બંધ કરી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને બદામ-પિસ્તાના ટુકડા અને કેસરથી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે બાસુદી તમે તમારી પસંદગી મુજબ તેને ગરમ કે ઠંડુ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ શ્રીખંડની રેસિપી