શિયાળો આવે એટલે લીલી તુવેર બજારમાં આવવા લાગે છે અને લીલી તુવેર આવે એટલે તુવેર ટોઠા યાદ આવે જ. તો આજે આપણે ઘરે સરળ રીતે તીખા તમતમતા તુવેર ટોઠા બનાવવાની રીત જાણીશું.
લીલી તુવેર,લીલું લસણ,મીઠું,બેકિગ સોડા,તેલ,આદુ,મરચા,ટમેટાની પ્યુરી,અજમો,સુકા લાલ મરચા,હળદર,ડુંગળી,ધાણાજીરુ.
એક કૂકરમાં બે વાટકા લીલી તુવેર લઈ તેમા થોડું મીઠું,બકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી બે સિટી વાગે ત્યાં સુધી પકાવો.
હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમા અજમો,સુકા મરચા,તમાલપત્ર અને સમારેલી ડુંગળી,આદુ,લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી સાતળી લો.
હવે તેમા એક કપ ટમેટાની પ્યુરી તેને સાતળીને ડ્રાઈ થાય ત્યાં સુધી સાતળીને પછી તેમા થોડું લીલું લસણ,લાલ મચરું,હળદર,વગેરે મસાલા એડ કરીને તેમા બાફેલી તુવેર તેમા ઉમેરો.
હવે જરૂર મુજબ પાણી ઉમેરો અને તેલ અલગ થાય ત્યાં સુધી થોડીવાર પકાવી લો.
હવે ગેસ બંધ કરો અને ગરમ મસાલો અને કોથમરીથી ગાર્નિશ કરો.
હવે તૈયાર છે તમારા તુવેર ટોઠા તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.