વ્રતમાં ઉપવાસદરમિયાન ઘણા લોકોને અનવની રેસીપી પસંદ હોય છે તમે ઘરે રાજગરાનો શીરો સરળતાથી બનાવી શકો છો,નોંધી લો રેસીપી.
રાજગરાનો લોટ,ઘી,પાણી,ખાંડ,એલચી,ડ્રાયફ્રૂટ્સ.
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રાજગરાનો લોટ નાખીને શેકી લો.
હવે તેમાં ગરમ પાણી નાખીને સારી રીતે મિક્સ કરીને પકાવી લો.
હવે તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે રાજગરાનો શીરો તમે વ્રતના ઉપવાસ દરમિયાન સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.