વ્રતના ઉપવાસ દરમિયાન લોકો અવનવી વાનગીઓ ખાવાનું પસંદલ કરતા હોય છે,આજે અમે તમને અહીં કેટલીક વાનગીઓનું લિસ્ટ જણાવીએ છીએ.
વ્રતમાં તમને પુરી ખાવાનું મન થાય તો તમે રાજગરાના લોટમાંથી પુરી બનાવી શકો છો.
ઉપવાસમાં તમને ચટપટું ખાવાનું મન થાય તો તમે ફરાળી હાંડવો ઘરે બનાવી શકો છો.
ઉપવાસમાં તમે ફરાળ માટે ખાટ્ટા ઢોકળાની રેસીપી ઘરે બનાવી શકો છો.
સાબુદાણાની ખીચડી દરેક વ્રત માટે પરફેક્ટ રેસીપી છે,તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.
વ્રતમાં તમને ભજીયા ખાવાનું મન થાય તો તમે બટાકામાંથી તમે ફરાળી ભજીયા પણ બનાવી શકો છો.
દરેક વ્રતમાં બટાકાની રેસીપી ટ્રાય કરી શકાય છે,તેથી તમે બટાકાની સુકીભાજી બનાવી શકો છો.
વ્રતના ઉપવાસમાં તમે ઘરે બટાકા અને સાબુદાણામાંથી પેટસી બનાવી શકો છો.
વ્રતના ઉપવાસમાં તમને ગળ્યું ખાવાનું મન થાય તો તમે ઘરે રાજગરાનો શીરો બનાવી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.