Athela Marcha: શિયાળામાં ઘરે બનાવો આથેલા રાયતા મરચાંની રેસીપી


By Vanraj Dabhi08, Nov 2024 11:02 AMgujaratijagran.com

રાયતા મરચા

ભોજન સાથે આથેલા મરચાં ખાવા પસંદ હોય તો તમે શિયાળામાં આથેલા રાયતા મરચાં બનાવવાની ઇન્સ્ટન્ટ રેસીપી.

સામગ્રી

લીલા મરચા,હળદર,મીઠું,રાયના કુરિયા,મેથીના કુરીયા,વરિયાળી,આખા ધાણા,કાળા મરી,હિંગ,તેલ,લીંબુનો રસ.

સ્ટેપ-1

સૌ પ્રથમ મરચાને ધોઈને સાફ કરી વચ્ચેથી મરચાંને ચીરીને તેના બે ભાગ કરી તેમાંથી બીજ કાઢી લો.

સ્ટેપ-2

હવે એક પ્લેટમાં મરચાં લો તેમાં હળદર,મીઠું બરાબર મિક્સ કરીને 2-3 કલાક માટે આથો આવવા માટે રાખો.

સ્ટેપ-3

હવે એક કડાઈ રાયના કુરિયા,મેથીના કુરિયા,વરિયાળી,આખા ધાણાને શેકીને એક મિક્સર જારમાં નાખીન બરછટ સીપી લો.

સ્ટેપ-4

હવે એક બાઉલમાં બરછટ પીસેલા મસાલા,મીઠું શેકેલું,કાળા મરી,હળદર,હિંગ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે ફરીથી કડાઈમાં તેલ ગરમ કરીને પછી થોડું ઠંડુ થાય પછી મરચાંના પાણી કાઢીને સુકાવીને પછી બધું બરાબર મિક્સ કરો.

સર્વ કરો

હવે તેમાં લીંબુનો રસ મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને પછી સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Lauki Paratha: સવારના નાસ્તામાં ઘરે ટ્રાય કરો દૂધીના ટેસ્ટી પરોઠા