જો તમે શિયાળામાં કંઈક મીઠાઈ ખાવાનું મન થાય તો આ ગુજરાતી અડદિયા પાક બનાવી શકો છો. જે શિયાળામાં શરીરને ગરમી આપે છે અને ઠંડીથી બચાવે છે. અડદની દાળ, દેશી ઘી અને મિક્સ ડ્રાય ફ્રૂટ્સના મિશ્રણથી બનેલી આ વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
1 કપ અડદની દાળનો લોટ, 3/4 કપ ઘી, 3/4 કપ ગોળ, 1 કપ કાજુ/બદામનો પાઉડર, 1/2 કપ સૂકા નારિયેળનું છીણેલ કોપરું, 1 ચમચી સૂંઠ પાવડર, 1/4 કપ ગોંદ, 1 /2 કપ ઘી ગોળમાં ઉમેરવા માટે.
એક કડાઈમાં ઘી ગરમ કરો અને પછી તેમાં અડદનો લોટ ઉમેરીને મિક્સ કરી લો, પછી તેને સતત હલાવતા રહો.
જ્યારે લોટ સોનેરી થઈ જાય ત્યારે તેમાં ગોંદના ટુકડા ઉમેરો અને જ્યાં સુધી તે ફૂલી ન જાય ત્યાં સુધી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
હવે તેમાં કાજુ, બદામ પાવડર અને સૂંઠ પાવડર, છીણેલું નાળિયેર ઉમેરી અને મિક્સ કરો.
હવે બીજી કડાઈમાં ગોળ અને ઘી નાખીને તેને ગરમ કરો, જ્યારે તે થોડું ઉકળે, પછી ગેસ બંધ કરો અને તેને લોટના મિશ્રણમાં ઉમેરો.
હવે બધી વસ્તુને સરખી રીતે હલાવીને મિક્સ કરો અને તેને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢીને ફેલાવો.
જો તમે ઇચ્છો તો તેના ટુકડા કરો અને તેને ડબ્બામાં ભરી લો. જ્યારે ઇચ્છો ત્યારે ખાવ.
શિયાળામાં આ રેસીપી અવશ્ય અજમાવો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.