ચોખાના લોટની વિસરાતી વાનગી ખૂબ લોકો પસંદ કરી રહ્યા છે, તમે પાનકી રેસીપી ઘરે બનાવવા માંગતા હોવ, તો નોંધી લો રેસીપી.
ચોખાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, દહીં, પાણી, હિંગ, મીઠું, હળદર પાઉડર, કોથમીર, ઘી, કેળાના પાંદડા.
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ, કાળું મીઠું,હિંગ, આદુ-મરચાની પેસ્ટ ઉમેરો.
હવે તેમાં કોથમરી, હળદર, ઘી, દહીં ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડું પાણી અને થોડી કોથમરી ઉમેરીને સ્મૂધ બેટર બનાવી 5 મિનીટ સેટ થવા દો.
હવે કેળાના પાંદડાના ત્રણ ટુકડા કરી તેને ઘી વડે ગ્રીસ કરી લો.
હવે એક તવા પર પાંદડા મૂકી તેની પર બેટર રેડી ફેલાવી તેની પર બીજું કેળાનું પાન મૂકીને પકાવી લો.
તૈયાર છે પાનકીની રેસીપી, તમે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.