આ એક પૌષ્ટિક અને રાજકોટની એક ફેમસ રેસીપી છે. તે શિયાળામાં દરેક ઘરમાં બનતી હોય છે, ખાસ કરીને મકર સંક્રાંતિ તહેવાર પર આ રેસીપી બને છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે, ચાલો જાણીએ.
બટાકા,ફ્લાવર,કોબીજ,રીંગણ,શકકરિયું,પાપડી દાણા,વટાણા,તુવેર દાણા,ટામેટું,આદુ,મરચા,લસણની પેસ્ટ,મીઠું,મરચું,હળદર,ધાણાજીરૂ,સ્વાદ અનુસાર,ગરમ મસાલો, 1 કપ મેથી,1/2 કપ કોથમીર,ઘઉંનો લોટ,1/2 કપ ચણાનો લોટ,1 ચમચી તેલ,1 ચમચી ખાંડ,1 ચમચી લીંબુ,ચપટી સોડા મીઠું,મરચું,હળદર,ધાણાજીરૂ,સ્વાદ અનુસાર,પાણી જરૂર મુજબ.
ઘવનો લોટ કરકરો,1 ચમચી તલ,1 ચમચી આખું જીરું,દૂધ લોટ બાંધવા માટે,મુઠી પડતું તેલ મોણ માટે,મીઠું સ્વાદ અનુસાર.
સૌપ્રથમ ઉંધીયું બનાવા માટે બધા શાકભાજી ધોઈને સુધારીને તૈયાર કરી લો.
હવે મુઠીયા બનાવા માટે ઉપર જણાવેલ દરેક સામગ્રી મિક્સ કરી લોટ બાંધીને તેના ગોળ બોલ બનાવી લો.
હવે તેને તેલમા તળી લો પછી તે તેલનો ઉપયોગ કરીને વઘાર કરી લો જેમાં આદુ,મરચા અને લસણની પેસ્ટ નાખી સુધારેલા શાકભાજી અને કોથમરી નાખીને બધું મિક્સ કરી લો.
હવે તેમાં થોડું વધારે પાણી નાખીને રસો બનાવો કારણ કે આને ચાપડી સાથે ચોળીને ખાવામાં આવે છે.
હવે બધા શાકભાજી બરાબર પાકી જાય એટલે એમાં તળેલા મુઠીયા નાખી દો અટલે કાઠિયાવાડી સ્પેશિયલ ચાપડી ઉંધીયું તૈયાર થઈ ગયું.
ચાપડી બનાવા માટે ઉપર જણાવેલ બધી સામગ્રી બાઉલમાં મિક્સ કરીને એકદમ કઠણ લોટ બાંધીને પછી હાથ વડે ટીપીને ગોળ વાળીને તેલમા તળી લો.