અમદાવાદ : માણેકચોકની ફેમસ ઘુઘરા સેન્ડવીચ ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi11, Jan 2024 12:35 PMgujaratijagran.com

ઘુઘરા સેન્ડવીચ રેસીપી

માણેક ચોકની પોપ્યુલર રેસીપી બટર,ચીઝ,કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ અદ્ભુત વાનગીને જોતા જ તમારા મોંમા પાણી આવી જશે.ચાલો આજે અમદાવાદના માણેકચોકની ફેમસ સેન્ડવીચ બનાવવાની રીત જાણીએ.

સામગ્રી

બ્રેડ સ્લાઈસ,સમારેલું કેપ્સિકમ,સમારેલી ડુંગળી,સમારેલા લીલા મરચા,સમારેલી કોથમીર,ચીલી ફ્લેક્સ,ચાટ મસાલો,સ્વાદાનુંસાર મીઠું,જરૂર મુજબ બટર,કોથમીર-મરચાની ચટણી,છીણેલું ચીઝ.

સ્ટેપ- 1

એક બાઉલમાં સમારેલા કેપ્સિકમ,ડુંગળી,લીલ મરચાં,કોથમીર,ચીલી ફ્લેક્સ,ચાટ મસાલો, મીઠું વગેરે સામગ્રી મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે બ્રેડની સ્લાઈલ લો અને તેના પર બટર લગાવ્યા બાદ ગ્રીન ચટણી લગાવીને પછી કેપ્સિકમ અને ડુંગળીમાંથી તૈયાર કરેલું મિશ્રણ તેમાં પાથરી દો.

સ્ટેપ- 3

હવે તેના પર છીણેલું ચીઝ મૂકો અને એક સ્લાઈસની ઉપર બીજી સ્લાઈસ અને ત્રીજી સ્લાઈસ ઊંઘી મૂકી તેને હળવા હાથે પ્રેશ કરો.

સ્ટેપ- 4

હવે બ્રેડની ઉપર થોડું બટર લગાવીને સેન્ડવિચને ગ્રીલરમાં ગ્રીલ કરી દો.

સર્વ કરો

તૈયાર છે ઘૂઘરા સેન્ડવીચ તમે તેને લીલી ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીલા વટાણાના પરાઠા ઘરે બનાવવાની રીત