લીલા વટાણાના પરાઠા ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi11, Jan 2024 11:37 AMgujaratijagran.com

લીલા વટાણાના પરાઠા

શિયાળામાં દરેક લોકોને ગરમા-ગરમ વાનગી ખાવી ગમતી હોય છે, ત્યારે આજે અમે તેમને લીલા વટાણીના પરાઠાની રેસીપી જણાવીશું.

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ,સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી તેલ, 1 ટીસ્પૂન જીરું, 7-8 મીઠા લીમડાના પાન, 8-10 લસણની કળી, 2-3 લીલા મરચાં, 2 કપ લીલા વટાણા, પાણી,1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લીંબુનો રસ, બારીક સમારેલી કોથમીર.

સ્ટેપ- 1

એક બાઉલમાં ઘઉંનો લોટ,મીઠું,થોડું પાણી ઉમેરીને લોટ બાંધી થોડી વાર તેને સેટ થવા દો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં જીરું,મીઠા લીમડાના પાન,લસણ,લીલા મરચાં,ઉમેરીને વઘાર કરો.

સ્ટેપ- 3

હવે તેમાં લીલા વટાણા અને થોડું પાણી ઉમેરીને 10 મિનિટ માટે પકાવો.

સ્ટેપ- 4

હવે તેમાં મીઠું,ચણા મસાલો,ધાણા પાવડર,લીંબુનો રસ અને સારી રીતે મિક્સ કરીને મિશ્રણને ઠંડુ થવા દો.

સ્ટેપ- 5

હવે તેને બ્લેન્ડરમાં ઉમેરો અને તેમાં કોથમરી એડ કરીને બધું બરછટ પીસીને બાંધેલા લોટમાં મિક્સ કરી લો

સ્ટેપ- 6

હવે લોટમાંથી નાના બોલ બનાવી તેના પર સૂકો લોટ છાંટીને પરાઠાને વણી લો.

સ્ટેપ- 7

હવે એક તવો ગરમ કરીને પરાઠાને બંને બાજુ પર માખણ લગાવીને પાકવી લો.

સર્વ કરો

મટર પરાઠા તૈયાર છે તમે તેને દહીં અથવા રાયતા અથવા કોઈપણ ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મગદાળનો હલવો : મગદાળનો શીરો આ રીત ઘરે ટ્રાય કરો