ઘણી વાર આપણે સાંજે ખીચડી બનાવતા હોય છે પરંતુ વધેલી ખીચડી આપણે ફેકી દેતા હોય છીએ,તમે ફેકવાને બદલે તમે તેમાંથી મુઠીયા બનાવી શકો છો.
વધેલી ખીચડી,આદુ-મરચા,લસણની પેસ્ટ,લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,ખાંડ,રવો,ચણાનો લોટ,ઘઉંનો લોટ,કસૂરી મેથી,તાજી મથી,દહીં,મીઠું,તેલ,રાઈ,જીરું,તલ,હિંગ.
સૌ પ્રથમ એક બાઉલમાં બચેલી ખીચડી અને બધી સામગ્રી ભેગી કરીને બરોબર મિક્સ કરી લો.
હવે તેમાં પાણી નાખીને ગરમ કરી એક થાળીમાં તેલ લગાવીને મુઠીયાના રોલ વરાળમાં બાફી લો.
હવે છરીથી ચેક કરીને બહાર કાઢી ઠંડા થાય છરીથી ટુકડા કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ,જીરું,હિંગ,તલ,લાલ મરચું અને મીઠું ઉમેરી વઘાર કરી તેમાં મુઠીયા ઉમેરો.
હવે મુઠીયા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળી તેની ઉપર ખાંડ ઉમેરી ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.