Rice Muthiya: વધેલા ભાતમાંથી ઘરે બનાવો મુઠીયાની યુનિક રેસીપી


By Vanraj Dabhi05, Nov 2024 04:43 PMgujaratijagran.com

ભાતના મુઠીયા

બાજરાના લોટના મુઠીયા અને મેથીના મુઠિયા તો દરેક લોકોએ ખાધા જ હશે, પરંતુ આજે અમે તમને વધેલા ભાતમાંથી મુઠીયા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ભાત,ચણાનો લોટ, રવા, ઘઉંનો લોટ, લીલા મરચા, આદુ, જીરું, કોથમરી, તલ, ખાવાનો સોડા, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું, મીઠું, તેલ, લીંબુનો રસ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મોટા વાસણમાં ભોત, ચણાનો લોટ, ઘઉંનો લોટ, રવો, લીલા મરચા, આદુ, હળદર, મરચું, મીઠું અને કોથમરી ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-3

હવે લોટમાંથી મુઠિયા બનાવીને એક સ્ટીમરની પ્લેટમાં તેલ લગાવીને તેને 15-20 મિનિટ સુધી સ્ટીમ કરો.

સ્ટેપ-4

મુઠીયા સ્ટીમ થઈ જાય તો તેને બહાર કાઢીને તેને ઠંડા થાય એટલે છરી વડે ટુકડા કરી લોવા દો અને એક પેનમાં તેલ ગરમ કરો.

સ્ટેપ-5

એક પેનમાં તેલ ગરમ કરી જીરું, તલ ઉમેરીને તેને સાંતળી પછી તેમાં મુઠીયાના ટુકડા નાખીને હળવા સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

સર્વ કરો

તૈયાર છે વધેલા ભાતના મુઠીયા, તેને કોથમીરની ચટણી અથવા ટામેટાની ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Pak Recipe: શિયાળું સ્પેશિયલ વસાણું મેથી પાક બનાવવાની પરફેક્ટ રીત