Methi Pak Recipe: શિયાળું સ્પેશિયલ વસાણું મેથી પાક બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi05, Nov 2024 03:18 PMgujaratijagran.com

વસાણું મેથી પાક

શિયાળામાં ગુંદર પાકની ઘણી રેસીપી ટ્રાય કરી હશે, આજે અમે શિયાળું સ્પેશિયલ વસાણું મેથી પાકની રેસીપી જણાવીશું.

સામગ્રી

મેથીનો લોટ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, અડદનો લોટ, ગુંદર, કોપરાનું ખમણ, ઘી, ગંઠોળા પાવડ, સૂઠ પાઉડર, ખસખસ,મિક્સ ડ્રાય ફૂ્ટ્સ, ગોળ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં ગુંદરનો પાઉડર બનાવી લો અને એક કડાઈમાં ઘી ગરમ કરો.

સ્ટેપ-2

હવે ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લાટ, અડદનો લોટ, ગુંદરનો પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે તે જ પેનમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ, મિક્સ ડ્રાય ફ્રૂટ્સ, ખસખસ, કોપરાનું ખમણ મિક્સ કરી મોટા બાસમાં નાખો.

સ્ટેપ-4

હવે તે પેનમાં ફરી ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરીને ઓગાળી લો.

સ્ટેપ-5

હવે મોટા વાસણાં ભેગું કરેલ ઘઉં અને ચણાના મિશ્રણાં મેથીનો લોટ, સૂઠ પાઉડર, કોટલું ઉમેરીને બધું મિક્સ કરી લો.

સ્ટેપ-6

હવે જે પેનમાં ગોળ ઓગાળ્યો છે તેમાં બધુ મિશ્રણ ઉમેરીને તાવીથા વડે મિક્સ કરી લો.

સર્વ કરો

હવે તૈયાર થયેલ મિશ્રણને એક થાળીમાં કાઢીને ફેલાવી પછી ઠંડુ થાય એટલે છરી વડે ચોસલા બનાવી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khatta Dhokla Recipe: મગની દાળના ઇન્સ્ટન્ટ ખાટ્ટા ઢોકળા બનાવવાની રીત