આ એક પ્રકારનો મોહનથાળ જેવી રેસીપી છે, તમે ઘરે બનાવવા માંગતા હોવ તો, આ રેસીપી અજમાવી શકો છો.
બેસન, ઘી, રવો કે સોજી, બુરુ કે ખાંડ, એલચી.
સૌ પ્રથમ એક પેનમાં બેસનને હળવો શેકી લો
હવે તેમાં ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં ખાંડ કે બૂરું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં એલચીનો પાઉડર ઉમેરીને મિક્સ કરી એક પ્લેટમાં કાઢીને ફેલાવી દો.
હવે આ મિશ્રણ થોડીવાર ઠંડુ થાય પછી છરી વડે ચોસલા કરીને સર્વ કરો.