મેથીના મુઠીયા બનાવવાની રીત


By Vanraj Dabhi12, Jan 2024 11:25 AMgujaratijagran.com

મેથી મુઠીયા રેસીપી

શિયાળામાં બનાવવામાં આવતા મેથી મુઠીયા રેસીપી ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તે તળીને બનાવવામાં આવે છે અને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ચાલો જાણીએ સરળ રેસીપી.

સામગ્રી

સમારેલી મેથી,ઘઉંનો લોટ,ચણાનો લોટ,રવો,આદુની પેસ્ટ,લીલા મરચાની પેસ્ટ,લાલ મરચું પાવડર,હળદર,હિંગ,ખાંડ,ગરમ મસાલો,મીઠું સ્વાદ અનુસાર,તળવા માટે તેલ.

સ્ટેપ- 1

મેથીના મુઠીયા બનાવવા માટે બધી વસ્તુને એક વાસણમાં લઈને એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મુઠીયાનો લોટ બાંધી લો

સ્ટેપ- 2

હવે હાથને તેલવાળા કરીને એમાંથી ગોળ અથવા લંબગોળ કોઈપણ પ્રકારના આકારના મુઠીયા બનાવી લો.

સ્ટેપ- 3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને મુઠીયા ઉમેરી મીડીયમ તાપે બ્રાઉન કલરના તળી લો.

સ્ટેપ- 4

હવે તળેલા મેથી મુઠીયા ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તુવેર ટોઠા રેસીપી : મેહસાણાનું પ્રખ્યાત તુવેર ટોઠા ઘરે ટ્રાય કરો