ખીચડીયા ચોખા,મગની દાળ,પીળી મગની દાળ,તુવેર દાળ,પાણી,સ્વાદ પ્રમાણે મીઠું,હળદર પાવડર,ઘી,બટાકા,રીંગણ,ગાજર,લીલા વટાણા,દૂધી.
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા અને દાળ ધોઈને સાફ કરી લો અને એક પ્રેશર કૂકરમાં તમામ સબ્જીને સમારીને દાળ ચોખા સાથે બાફવા મૂકો.
હવે તેમાં મીઠુ-હળદર,ઘી મિક્સ કરીને 5 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.
ઘી,રાઈ,જીરું,સૂકું લાલ મરચું,મીઠો લીમડો,હિંગ,મગફળીના દાણા,તમાલપત્ર,કાળા મરી,લવિંગ,સૂકું નાળિયેર,ટામેટા,સ્વાદ પ્રમાણે મીઠું,લાલ મરચું પાવડર,હળદર પાવડર,ધાણાજીરુ,ગરમ મસાલો,શેકેલા જીરા પાવડર,પાણી,સમારેલી કોથમીર.
એક પેનમાં ઘી ગરમ કરીને રાઈ-જીરું,મીઠો લીમડો,મગફળીના દાણા વગેરે ઉમેરીને ખીચડીનો વઘાર તૈયાર કરી ખીચડીમાં ઉમેરીને મિક્સ કરી લો.
ખાટુ દહીં,પાણી,ચણાનો લોટ,લીલા મરચા,આદુ,ગોળ,ઘી,રાઈ,જીરું,હિંગ,સૂકું લાલ મરચું,મેથીના દાણા, લવિંગ,તજની લાકડી,મીઠો લીમડો,સ્વાદ માટે મીઠું,સમારેલી કોથમીર.
એક બાઉલમાં દહીં,પાણી,ચણાનો લોટ,મીઠું,લીલા મરચાના ટુકડા,ગોળ,આદુની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રાઈ-જીરું,તજ-લવિંગ વગેરે મસાલા ઉમેરીને વઘાર કરી કઢી બનાવીને કોથમરી ગાર્નિશ કરી લો.
તૈયાર છે જલારામની ખીચડી કઢી, તમે પાપડ અને મરચાના અથાણા સાથે સર્વ કરો
રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.