નાસ્તામાં લીલા મગની દાળના પુડલા આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi21, Feb 2024 08:48 AMgujaratijagran.com

લીલા મગની દાળના પુડલા

જો તમે નાસ્તામાં કંઈક હેલ્ધી અને ઈન્સ્ટન્ટ બનાવવા ઈચ્છો છો, તો તમે લીલા મગની દાળમાંથી પુડલા બનાવી શકો છો. ચાલો જાણીએ તેની સરળ રેસિપી.

સામગ્રી

મૂંગ,આદુ ,લસણ,લીલા મરચા,હળદર પાવડર,લાલ મરચું પાવડર,હિંગ,મીઠું સ્વાદ મુજબ.

સ્ટેપ 1

સૌ પ્રથમ મગને 3-4 કલાક પાણીમાં પલાળી પછી તેમાં આદુ,લસણ,લીલા મરચા વગેરે નાખીને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને ઝીણી પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે તેમાં હળદર પાવડર,લાલ મરચું પાવડર,એક ચપટી હિંગ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક તવાને ગરમ કરી પછી થોડું તેલ અથવા માખણ નાખીને તવા પર મગની પેસ્ટ રેડીને તેને પુડલાની જેમ ફેલાવો.

સ્ટેપ-4

હવે આ પુડલામાં માખણ અને તેલ ઉમેરો અને તેને બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી પકાવો.

સર્વ કરો

તૈયાર છે મગની દાળના પુડલા તમે તેને લીલી અને લાલ બંને ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

તમે પણ મગની દાળમાંથી હેલ્ધી પુડલા બનાવી શકો છો.સ્ટોરી ગમે તો લાઈક શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીલા મરચાં ન તો સુકાશે કે લાલ થશે, મરચાંને લાંબા સમય સુધી સંગ્રહ કરવાની આ ટીપ્સ જાણી લો