લીલા લસણની ચટણી આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi30, Dec 2023 12:55 PMgujaratijagran.com

ચટણી રેસીપી

આ ચટણીને ખાંડણીમાં ખાંડીને કે મિક્ષચરમાં બનાવી શકાય છે, આ જમવાની થાળીમાં એક પરફેક્ટ ટેસ્ટ માટે એક સાઈડ ડીશ તરીકે ઉપયોગી બને છે.

સામગ્રી

2 કપ કોથમીર, 1/4 કપ ફુદીનો, 3 ચમચી લીલું લસણ, 1 નંગ મરચું,આદુંનો કટકો, 3 ચમચી ગાંઠિયા, 2 ચમચી ગોળ, 1 ચમચી જીરું, 1 લીંબુ, પાણી વગેરે.

સ્ટેપ1

સૌપ્રથમ આ બધી સામગ્રીને ધોઈને સમારી લો.

સ્ટેપ- 2

હવે તમામ સામગ્રીને એક મિક્સર જાળમાં નાખો.

સ્ટેપ- 3

તમામ સામગ્રીને અધકચરી પીસી લો.

સ્ટેપ- 4

પછી તેમા લીંબૂનો રસ નાખીને ફરીથી મિક્સ કરી લો.

સ્ટેપ- 5

તૈયાર છે તમારી લીલા લસણની ચટણી.

સર્વ કરો

આ ચટણી તમે ગાંઠિયા,જમવામાં,ભેળ સાથે પણ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તલની ચીકી ઘરે બનાવવા માટે નોંધી લો આ સરળ રીત