હવે તમારે બજારમાંથી ઘી ખરીદવાની જરૂર નહીં પડે અને તમને ઘી બનાવવામાં પરેશાનીનો સામનો પણ નહીં કરવો પડે કારણ કે આજે અમે તમને ઘી બનાવવાની ખૂબ જ સરળ રીત જણાવીશું, જેની મદદથી તમે મિક્સર વગર 15 મિનિટમાં ઘી કાઢી શકો છો.
પ્રેશર કૂકર, સ્ટીલ સ્ટ્રેનર, એક ચપટી બેકિંગ સોડા, એક ગ્લાસ પાણી.
ઘી કાઢવા માટે સૌ પ્રથમ ફ્રિજમાંથી મલાઈ કાઢો અને તેને ઓરડાના તાપમાને ઠંડુ થવા દો. જ્યારે ક્રીમ નોર્મલ ટેમ્પરેચર પર આવે ત્યારે પ્રેશર કૂકરને ગેસ પર મૂકો.
હવે પ્રેશર કૂકરમાં અડધો ગ્લાસ પાણી નાખો અને પછી ક્રીમ ઉમેરી ઢાંકણ બંધ કરીને મધ્યમ આંચ પર ગેસ ચાલુ કરો અને ક્રીમને એક સીટી વાગે ત્યાં સુધી પકાવો.
ત્યારબાદ વરાળ કાઢવા માટે ઢાંકણ હટાવી લો અને મધ્યમ તાપ પર ચમચા વડે હલાવતા રહીને ઘી પકાવો.
હવે તેમાં અડધી ચમચી બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા ઉમેરો.
ખાવાનો સોડા નાખવાથી ઘી સારી રીતે નીકળી જશે અને તેમજ ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરો જેનાથી ઘી દાણાદાર બની જશે.
5 મિનિટમાં ઘી સારી રીતે તૈયાર થી જશે ત્યારબાદ તેને કૂકરમાં ઠંડુ થવા દો અને પછી કાચની બરણીમાં સ્ટ્રેનર દ્વારા ગાળીને ઘીને બહાર કાઢો.
ઘી ખાઢતી વખતે 3-4 ચમચી પાણી ઉમેરવાથી ઘી દાણાદાર બને છે તેથી ઘી બનાવતી વખતે આ ટિપ્સ અનુસરો.
ટિપ્સ ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.