લાંબા અને ભરાવદાર વાળ જોઈએ છે, ઘરે બનાવો લસણનું તેલ


By Smith Taral12, Jan 2024 04:45 PMgujaratijagran.com

આજકાલ ના પ્ર્દુષણ અને અનહેલ્ધી ખાનપાનના લીધે વાળ ખરાબ થવાની સમસ્યા વધી છે. વાળ માટે બજારમાં અવનવા તેલ અને હેયરપેક પણ મળે છે, જોકે તેમા રહેલા કેમીકલ્સ વાળને નુકસાન પહોંચાડે છે. આજે અમે તમારા વાળને સ્વસ્થ રાખવા એક ઘરેલું ઉપચાર લઈને આવ્યા છે. આ દેશી ઉપચારમાં તમે લસણનું તેલ બનાવી શકો છો.

કેવી રીતે બનાવશો લસણનું તેલ

લસણનું તેલ બનાવવા સૌથી પહેલા લસણની કળી ફોલી લો, અને તેને ક્રશ કરી લો. હવે તેનામાં નારીયેળનુ તેલ કે ઓલીવ ઓઈલને મીક્સ કરી લો.

ક્યાં સુધી વાપરી શકો છો?

લસણના તેલને તમે એક જારમાં ભરી લો. સ્ટોર કરેલા તેલને તમે 1 અઠવાડિયા સુધી વાપરી શકો છો. લસણનું તેલ જલદી ખરાબ થશે નહી.

વાળને મજબુત કરે

લસણનું તેલ વાળમા લગાવવાથી વાળના મુળ મજબુત થાય છે. આમાં રહેલા વિટામીન્સ વાળને હેલ્ઘી રાખવામાં મદદ કરે છે, અને વાળ ક્યારે તુટતા પણ નથી.

You may also like

કમર સુધી વાળ થશે લાંબા, અપનાવો આ ઉપાયો

ડેમેજ વાળને કંઈ રીતે સુધારી શકાય?

વાળને મળે છે પોષણ

લસણના તેલમાં ઘણાં પોષકત્વો મળી આવે છે, જે વાળને પોષકતત્વાથી ભરપૂર કરે છે. એટલુજ નહી તે વાળને મજબુત કરવામાં પણ મદદ કરે છે. આ તેલ તમને બજારમા સરળતાથી મળી રહેશે.

ઈન્ફેક્શન ઓછુ કરશે

જો તમારા વાળમા કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન હશે તો તે લસણના તેલથી દૂર કરી શકાય છે. આમા રહેલો એન્ટી બેક઼઼્ટેરીયલ ગુણો વાળમા રહેલા ઈન્ફેક્શનને હીલ કરવામાં મદદ કરે છે.

વાળને તુટતા અટકાવે છે

જો તમારા વાળ વધારે તુટતા હોય તો, લસણના તેલ લગાવીને આ સમસ્યાને દૂર કરી શકો છો. વાળના વિકાસમા આ તેલ મદદરૂપ બની શકે છે.

વાળને લાંબા અને ભરાવદાર કરવા તમે ઘરે તેલ બનાવીને તેનો લાભ ઉઠાવી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

શિયાળામાં નહી ફાટે હવે એડી અજમાવો આ 7 અમે઼ઝીગ ઉપાયો