શિયાળામાં નહી ફાટે હવે એડી અજમાવો આ 7 અમે઼ઝીગ ઉપાયો


By Smith Taral12, Jan 2024 04:29 PMgujaratijagran.com

શિયાળામાં ઠંડીને કારણે ચામડી શુષ્ક થઈ જાય છે, જેના કારણે એ ફાટવા લાગે છે. ઘરના કામકાજમા વ્યસ્ત આપડે આપણુંજ ધ્યાન ક્યારેક નથી રાખતા હોતા, જે આપણને લાંબે ગાળે તકલીફ આપતા હોય છે. એડી ફાટી જવાની સમસ્યા શિયાળામાં ઘણી જોવા મળે છે. આજે આપણે તેને નિવારણની કેટલાક અમે઼ઝીગ ઉપાયો વિશે વાત કરીશું.

હાઈડ્રે્ટેડ રહો

શિયાળામાં ઠંડીના કારણે આપણે પાણી ઓછુ પીતા હાઈએ છે, જેથી બોડી ડીહાઈડ્રે્ટેડ રહે છે. શરીરમાં પાણીની કમીની અસર સ્કીન પર પણ દેખાવા લાગે છે. આમાં એડીની ચામડી પણ ફાટવા લાગે છે. જો તમે પાણીનું પુષ્કળ સેવન કરશો તો સ્કીનને હેલ્ઘી રાખી શકશો.

ઠંડીથી બચો

શિયાળામા હંમેશા શરીરને સ્વેટર, મફલર અથવા સાલથી ઢાંકીને રાખો. ખાસ કરીને પગમાં મોજા પહેરીને રાખવા જે તમને ઠંડીથી બચાવશે. તમે વુલનના મોજા પણ પહેરી શકો છો, અને ઘરમા સાફ ચપ્પલ પહેરીને ફરવાની આદત કેળવો.

સરસવનું તેલ લગાવો

રાત્રે એડીને સાફ કરીને તેના પર હલકુ ગરમ સરસવનું તેલ લગાવીને સુવો. આનાથી તમારી એડી સારીજ નહી પણ સુંદર પણ થશે.

You may also like

માત્ર એક જ અઠવાડિયામા ચામડી ચમકશે, લગાવો ચોખાનો લોટ

ઠંડીમા મધ ચામડી માટે છે ફાયદાકારક, જાણો કંઈ રીતે?

ગ્લીસરીન અને ગુલાબ જળ લગાવો

શિયાળામાં સ્કીનને માઈશ્ચરાઈઝ કરવા માટે ઘણાં લોકો ગ્લીસરીન સાથે ગુલાબ જળ લગાવતા હોઈએ છે. ફાટેલી એડીને સાફ કરીને તમે આને લગાવી શકો છો, જેનાથી એડી સોફ્ટ બને છે.

કેળાનો ઉપયોગ

ફાટેલી એડીનેને હીલ કરવા તમે માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો, આની માટે તમારે કેળાને મેશ કરી તેમા મઘ ઉમેરીને પેસ્ટ બનાવી એડી પર લગાવી શકો છો. પેસ્ટને 15 મિનીટ સૂધી રાખી તેને હળવા પાણીથી ધોઈ લો, ત્યારબાદ બદામનુ તેલ લગાવી એડીને આરામ આપો.

આ કારણોના લીધે એડી ફાટી શકે છે

વધારે પડતા ગરમ પાણીથી નહાવાના લીધે, અનહેલ્ધી ખોરાક ખાવાના લીધે, દૂધ ના પીવાના લીધે, થાઈરોઈડ, યુરીક એસિડ વઘી જવાના લીધે, અને વધારે પડતું મીઠું ખાવાના લીધે એડી ફાટવાની સમસ્યા થઈ શકે છે.

તમે પણ ફાટેલી એડીને સારું કરવા માટે આ ઉપાયો અજમાવી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

કમર સુધી વાળ થશે લાંબા, અપનાવો આ ઉપાયો