દરેક મહિલા એવુ ઈચ્છતી હોય છે કે તેના વાળ કમર સુધી લાંબા હોય. જો વાળ લાંબા હોય તો મહિલાઓની સુંદરતામા ચાર ચાંદ લાગી જાય છે.
વાળને લાંબા કરવા માટે તમારે કોઈ દવાનો ઉપયોગ કરવો ન જોઈએ. વાળ લાંબા કરવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો. ઘરેલૂ ઉપાય વાળ લાંબા કરવા માટે ખૂબ જ અસરકારક છે.
વાળ માટે ડુંગળીનો રસ ખૂબ જ અસરદાર છે. વાળમા ડુંગળીના રસને લગાવવાથી વાળને પોષણ મળે છે.
સૂકા વાળને ભરાવદાર બનાવવા માટે રોજ વાળમા એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલને લગાવવાથી વાળ ભરાવદાર બને છે.
નારિયેળ તેલ અને ડુંગળીના રસને બરાબર મિક્સ કરીને લગાવવાથી વાળને મજબૂતી મળે છે. તેને અઠવાડિયામા 2 વાર લગાવવુ જોઈએ.
વાળ માટે એંરડાનુ તેલ રામબાણ ઈલાજ માનવામા આવે છે. વાળને ભરાવદાર અને મજબૂત બનાવવા માટે રોજ એરંડાનુ તેલ લગાવી શકો છો.
એક વાટકામા નારિયેળ તેલ અને મેથીના દાણાનો પેસ્ટ મિક્સ કરીને વાળમા લગાવવાથી વાળ મજબૂત બને છે.