ડેન્ડ્રફથી છુટકારો મેળવવા આ રીતે બનાવો લસણનું હેયર માસ્ક


By Smith Taral08, Jun 2024 02:00 PMgujaratijagran.com

લસણમાં અઢળક પોષકતત્વો રહેલા હોય છે ખાસ કરીને તેમા રહેલા એન્ટિફંગલ ગુણધર્મો વાળ માટે ઘણા ફાયદાકાર છે. આ ગુણોને લીધે વાળને ડેન્ડ્રફથી સુરક્ષિત રાખી શકાય છે. ચાલો જાણીએ લસણનું હેયર માસ્ક કેવી રીતે બનાવી શકાય છે

લસણ અને મધ

લસણની કળીને ક્રશ કરી તેમા 2 ચમચી મધ ઉમેરો જેથી એક સારી પેસ્ટ બની જાય. હવે આને તમારા માથા પર 20-30 મિનિટ માટે લગાવો અને પછી તેને ધોઈ લો. લસણ વાળ વધારવામાં મદદ કરે છે અને તૂટતા અટકાવે છે જ્યારે મધ વાળને પોષણ આપે છે

લસણ અને ડુંગળી

2 ડુંગળી અને 2-3 લસણની કળીને ક્રશ કરીને રસ કાઢી લો. આ હેયર માસ્ક વડે વાળમાં હળવા હાથે મસાજ કરો તેને 15 મિનિટ માટે રહેવા દઈ સારી રીતે ધોઈ નાખો

લસણ અને જોજોબા ઓઈલ

જોજોબા ઓઈલ અને લસણનું તેલ અથવા પેસ્ટ બનાવો, તેને તમારા માથા અને વાળમાં લગાવો, પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. આમા રહેલા વિટામિન ઇ, ફેટી એસિડ્સ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો વાળના ફોલિકલ્સને ખોલે છે.

લસણ, એલોવેરા અને ઓલીવ ઓઈલ

એલોવેરા ડેન્ડ્રફ માટે સૌથી સારી ઉપચાર છે. આ ત્રણ વસ્તુઓને મીકસ કરી હેયર માસ્ક બનાવી લો અને તેને સ્કાલ્પ પર લગાવો અને પાણીથી ધોઈ લો. આનાથી સ્કીન મોઇશ્ચરાઇઝ થાય છે અને બેક્ટીરીયાનો નાશ થાય છે

લસણ, એલોવેરા અને ઓલીવ ઓઈલ

એલોવેરા ડેન્ડ્રફ માટે સૌથી સારી ઉપચાર છે. આ ત્રણ વસ્તુઓને મીકસ કરી હેયર માસ્ક બનાવી લો અને તેને સ્કાલ્પ પર લગાવો અને પાણીથી ધોઈ લો. આનાથી સ્કીન મોઇશ્ચરાઇઝ થાય છે અને બેક્ટીરીયાનો નાશ થાય છે

કોકનટ ઓઈલ

લસણની 5-6 કળીને ક્રશ કરી લો અને તેમા એક ચમચી નારિયેળ તેલ ઉમેરી લઈ બરાબર મિક્સ કરી લો. થોડી મિનિટો સુધી તેને હળવું ગરમ કરો અને માથા પર લગાવો. સારા શેમ્પુથી તેને ધોઈ લો.

30’ની મહિલાઓ દિવ્યાંકા ત્રિપાઠીનો આ સ્પેશિયલ સ્કીનકેર રૂટીન ફોલો કરી શકે છે