બીટરૂટ અને ગાજરની સિઝન પૂરી થાય તે પહેલાં આ વાનગીનો આનંદ લઈ લો. બીટરૂટ અને ગાજરના પરાઠા ખાવામાં પણ ટેસ્ટી છે અને તે સ્વાસ્થ્ય માટે એટલાજ લાભદાયી છે. આને તમે દહીં અને અથાણાં સાથે સર્વ કરી શકો છો
1 બીટરૂટ, 1 ગાજર, 1 કપ ઘઉંનો લોટ, 1/2 કપ પાણી, સ્વાદ અનુસાર મીઠું 1/2 ટીસ્પૂન કેરમ સીડ્સ, 1 લીલું મરચું, 1 ટીસ્પૂન ધાણાજીરું, અને તેલ
ગાજર અને બીટરૂટને એક બાઉલમાં ધોઈને તેણે છોલીને સારી રીતે છીણી લો.
હવે એક બાઉલમાં લોટ ઉમેરો અને બધી સામગ્રી મિક્સ કરો
ત્યારપછી તેમા મીઠું, લીલા મરચાં, કેરમ સીડ્સ અને કોથમીર ઉમેરો.
જો જરૂરી હોય તો પાણી ઉમેરો અને નરમ લોટ બાંધી લો, ત્યાર પછી તેને 10 મિનીટ સુધી રહેવા દો
નાના લોટના ગોળ બનાવી તેના પરાઠા વણી લો
માપનું તેલ લઈ ગરમ કરેલા તવા પર બંને બાજુથી પરાઠાને શેકી લો
પોષકતત્વો અને ફાઈબરથી ભરપૂર તમારા પરાઠા તૈયાર છે, આને તમે દહીં અને અથાણાં સાથે સર્વ કરો