ફુદીનાની ચટણી, ટમેટાની ચટણી,નાળિયેરની ચટણી,કોથમીરની ચટણીથી લઈને ફુદીના ધાણાની ચટણી સુધી દરેક ચટણીનો અદ્ભુત સ્વાદ છે.
ચટણીની ઘણી બધી વેરાયટીઓ છે. જેને લોકો પોતાની રીતે બનાવવાનું પસંદ કરે છે, તમે પણ ઘણી રીતે લીલી,લાલ ચટણી બનાવતા હશો, પરંતુ આજે અમે તમને સ્ટ્રીટ સ્ટાઇલ ચટણીની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.
લસણ ખાવું સ્વાસ્થ્ય માટે સારૂં માનવામાં આવે છે.લસણનો ઉપયોગ સામન્ય રીતે કઠોળ અને શાકભાજીમાં થાય છે, પરંતુ તેની ચટણી અદ્ભુત સ્વાદ ધરાવે છે.
જો તમે ચટણીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા માંગતા હોવ તો તમે ચણાની દાળનો ઉપયોગ કરો.ચણાની દાળ ચટણીનો સ્વાદ તો વધારશેજ પણ તેને ઘટ્ટ પણ કરશે.ચણાની દાળને શેકીને ઉપયોગમાં લઈ શકાય છે.
મગફળીના દાણા ચટણીનો સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ આપણે મગફળીનો વધુ ઉપયોગ કરતા નથી. જો તમે વધુ ઉપયોગ કરશો તો ચટણી ખૂબ જાડી થઈ જશે.
તલ અને સીંગદાણા બંને ખાવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, એવી રીતે તેની ચટણી બનાવીને ખાવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ભરપૂર માનવામાં આવે છે. તેને તેલ અને મસાલેદાર ખોરાક સાથે ખાવ.
લીંબુ ઉમેરવાથી ચટણીનો સ્વાદ બમણો થઈ જશે, જો તમને લીંબુનો સ્વાદ ન ગમતો હોય તો આંબલીનો ઉપયોગ કરવો વધુ સારૂ રહેશે. તેના ઉપર લાલ મરચું અને જીરૂં પણ નાખી શકો.