5 મિનિટમાં તૈયાર કરો ડ્રેગન ફ્રૂટમાંથી સ્વાદિષ્ટ સોડા, નોંધી લો રેસિપી


By Smith Taral12, Mar 2024 11:23 AMgujaratijagran.com

ડ્રેગન ફ્રૂટ પોષક તત્વોનો ભંડાર છે. આ ફળમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકાકર છે. ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ જામ અને ફ્લેવર્ડ આઈસ્ક્રીમ, શરબત અને મીઠાઈઓ બનાવવા માટે કરી શકાય છે, પરંતુ આ સ્ટોરીમાં આપણે ડ્રેગન ફ્રૂટમાંથી બનાવવામાં આવતા સ્વાદિષ્ટ સોડાની રેસિપી જાણીશું.

સામગ્રી

ડ્રેગન ફ્રૂટ- 1 (સમારેલું), લીંબુ - 1 ચમચી, ફુદીનાના પાન - 3 ચમચી, ખાંડ - 1 કપ, કાળું મીઠું - અડધી ચમચી કાળા મરી પાવડર - અડધી ચમચી, સોડા પાણી - 1 ગ્લાસ, બરફના ટુકડા

સ્ટેપ 1

સૌથી પહેલા ડ્રેગન ફ્રુટને સારી રીતે ધોઈ લો અને તેની છાલ કાઢી લો. ત્યાર બાદ તેના નાના-નાના ટુકડા કરી એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ 2

હવે એક ગ્લાસમાં ડ્રેગન ફ્રુટ્સ નાના ટુકડા નાખો. ત્યારબાદ ચમચીની મદદથી ડ્રેગન ફ્રુટ્સનો પલ્પ બનાવો.

સ્ટેપ 3

તેમાં લીંબુનો રસ, દળેલી ખાંડ અને સામગ્રીમાં જણાવેલ તમામ મસાલા ઉમેરો.

સ્ટેપ 4

હવે ગ્લાસમાં આઈસ ક્યુબ્સ અને સોડા નાખીને બરાબર મિક્સ કરો અને ઠંડુ થયા પછી સર્વ કરો.

નાસ્તો,લંચ અને ડિનર ક્યારે લેવું જોઈએ, જાણી લો તેનો યોગ્ય સમય કયો છે?