હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના તહેવારનું ખાસ મહત્વ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને અનેક પ્રકારની વાનગીઓનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.આજે અમે ધાણાની પંજરીનો પ્રસાદ બનાવવાની રીત જાણાવીશું.
ધાણા પાવડર, નાળિયેર, ખાંડ, કિસમિસ, બદામ, કાજુ, ઘી, મખાના, એલચી પાવડર.
સૌ પ્રથમ એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં ઝીણા સમારેલા કાજુ અને બદામ નાખીને શેકીને પ્લેટમાં કાઢી લો.
હવે કડાઈમાં થોડું વધુ ઘી ઉમેરીને મખાનાને હળવા ફ્રાય કરીને પ્લેટમાં કાઢી લો.
હવે એક પેનમાં થોડુ ઘી, ધાણા પાવડર ઉમેરીને 10 મિનિટ સુધી ઘીમાં સારી રીતે ફ્રાય કરો.
હવે એક મોટા વાસણમાં ધાણા પાઉડર, શેકેલા કાજુ, બદામ અને મખાના અને એલચી પાવડર ઉમેરીને મિક્સ કરો.
લાસ્ટમાં આ મિશ્રણમાં દળેલી ખાંડ નાખીને બધું બરાબર મિક્સ કરી ધાણાની પંજરી કાન્હાને અર્પણ કરો.
કાન્હાજીને પ્રસાદ અર્પણ કરીને તમે સર્વ કરો, રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.