Rajma Masala Recipe: ઢાબા સ્ટાઈલ મસાલેદાર રાજમા બનાવવાની રેસીપી


By Vanraj Dabhi27, Aug 2024 11:31 AMgujaratijagran.com

મસાલેદાર રાજમા

રાજમાનું શાક તમને ભાવતું હોય અને તમે ઢાબા જેવું મસાલેદાર રાજમા ઘરે ટ્રાય કરવા માટે આ રેસીપી નોંધી લો.

સામગ્રી

રાજમા, ડુંગળી, ટામેટા, લીલા મરચા, લસણ, આદુ, ગરમ મસાલો, હળદર, જીરું, લવિંગ, તજ, તેલ, મીઠું, જીરું પાવડર, ધાણા પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ પલાળેલા રાજમાને કુકરમાં નાંખીને 6 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લવિંગ, કાળા મરી, તજ વગેરે નાખીને તેને સાંતળો.

સ્ટેપ-3

હવે તેમાં ડુંગળી,લસણની પેસ્ટ અને આદુ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ટામેટાં, મીઠું, મસાલા, બાફેલા રાજમા અને પાણી ઉમેરીને મિક્સ કરી પકાવો.

સર્વ કરો

હવે કસૂરી મેથી અને ગરમ મસાલો નાખીને મિક્સ કરીને સ્રવ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી વાનગીઓ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Poha Bhajiya Recipe:પંજાબી આલૂ પૌવાના ભજીયા બનાવાની રીત