વજન ઘટાડવું એ વજન વધારવા કરતા પણ અઘરુ કામ છે, આ માટે કસરતની સાથે હેલ્ધી ડાયેટની પણ જરૂરી છે. આ સ્ટોરીમાં આપણે એક હોમમેઈડ ડ્રીન્ક બનાવતા શીખીશુ જે તમે સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરશે, એટલુંજ નહી એ તમારી સ્કીનને પણ ગ્લોઈંગ બનાવે છે. આવો જાણીએ આ સરળ રેસિપી વિશે
બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જેને પીવાથી લોહી વધે છે. આ સાથે લોહીના સારા પરિભ્રમણ ના લીધે ત્વચા પર ગ્લો પણ સારો આવે છે.
આ લોહીની ઉણપને દૂર કરવામાં પણ દૂર કરે છે અને આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ પણ ઓછા થાય છે. આ સિવાય બીટરૂટમાં એન્ટી-ઓક્સીડેન્ટ પણ મળી આવે છે, જે તમને લાબાં સમય સુધી યુવાન દેખાવામાં મદદ કરે છે
બીટરૂટમાં મોટા પ્રમાણમાં ફાઈબર હોય છે,જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે, જે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.
બીટરૂટ - 1 છીણેલું, કાકડી - અડધી, તજની લાકડી - અડધો ઇંચ, સબજાના બીજ - અડધો કપ (પલાળેલા), આદુ - અડધો ઇંચ, ફુદીનાના પાન - એક કપ
બીટરૂટ - 1 છીણેલું, કાકડી - અડધી, તજની લાકડી - અડધો ઇંચ, સબજાના બીજ - અડધો કપ (પલાળેલા), આદુ - અડધો ઇંચ, ફુદીનાના પાન - એક કપ
બધી સામગ્રીને મીક્ષરમાં એડ કરી દો, હવે તેમોાં લગભગ 3 ગ્લાસ પાણી ઉમેરો. હવે આ બીટરુના ડ્રીન્કને દિવસ દરમિયાન આરામ આરામથી પીવો.