ખજૂર 1 કપ, આમલી 1/4 કપ, લાલ મરચું પાવડર 1 ચમચી, ગોળ 1 ચમચી, ધાણા પાવડર 1 ચમચી, જીરું પાવડર 1 ચમચી, કાળું મીઠું 1/2 ચમચી, સ્વાદ માટે મીઠું.
ખજૂરને સારી રીતે ધોઈ લો અને તેના બીજ કાઢી લો.
આમલીને પણ ધોઈ બીજ લો.
પ્રેશર કૂકરમાં ખજૂર અને આમલી નાખો અને તેમાં અડધો કપ પાણી ઉમેરો અને 5 મિનિટ કૂકરની 2 સીટી વગે ત્યા સુંધી પકાવો.
બાફેલી ખજૂર અને આમલીને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને સારી રીતે પીસી લો.
ખજૂર અને આમલીને ગરણીની મદદથી ગાળી લો.
એક તપેલીમાં ગાળેલી ખજૂર અને આમલી લો અને તેમાં થોડું પાણી ઉમેરો અને 5 મિનિટ સુધી થવા દો.
ઉકળતા મિશ્રણમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, કાળું મીઠું, ગોળ અને સ્વાદ મુજબ મીઠું વગેરે મસાલા ઉમેરો.
હવે ચટણીને 5 મિનિટ પકાવો.
ખાટી-મીઠી ખજૂર અને આમલીની ચટણી તૈયાર છે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.