વિન્ટર રેસીપી : રાજસ્થાની બાફલા દાલ બાટી આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi11, Dec 2023 11:47 AMgujaratijagran.com

દાળ બાફલા રેસીપી

દાલ બાફલા મધ્યપ્રદેશની લોકપ્રિય વાનગી છે. તે રાજસ્થાનની દાલ બાટી અને બિહારની લિટ્ટી જેવી લાગે છે. લોટના બોલ બનાવીને પકાવામાં આવે છે, ત્યારબાદ દાળ સાથે બાફલા પીરસવામાં આવે છે. જો તમે ઇચ્છો તો, તમે પણ ઘરે આ વાનગી બનાવી શકો છો.

સામગ્રી

2 કપ લોટ, 1/4 કપ મકાઈનો લોટ, 1 ચમચી જીરું, 1/4 ચમચી અજમો,1 ચમચી મીઠું, 1/2 કપ ઘી, 1/2 કપ પાણી, દાળ બનાવવા માટે 1/2 ચમચી હળદર,1/2 કપ તુવેર દાળ,1 કપ પાણી,1/2 ચમચી હળદર, 1 ચમચી મીઠું, ટેમ્પરિંગ માટે : 1 ચમચી ઘી, 1/4 ચમચી હિંગ, 1/2 ચમચી સરસવ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ખાંડ, 3 ચમચી કોથમિર.

સ્ટેપ- 1

એક બાઉલમાં ઘઉંનો લોટ અને મકાઈનો લોટ લઈ તેમાં જીરું, અજમો અને મીઠું નાખીને મિક્સ કરો અને તેમાં ઘી ઉમેરો અને તેને સારી રીતે હલાવો.

સ્ટેપ- 2

હવે તેમાં પાણી ઉમેરીને લોટ તૈયાર કરીને નાના બોલ બનાવો.

સ્ટેપ- 3

હવે એક કડાઈમાં પાણી ગરમ કરો, તેમાં મીઠું અને હળદર ઉમેરો અને તેમાં આ બોલને કડાઈમાં નાખીને તેને ઉકળવા દો.

સ્ટેપ- 4

જ્યાં સુધી સારી રીતે રંધાય નહીં ત્યાં સુધી તેને પાકવા દો અને પછી પાણી કાઢી લો અને તેમને સૂકવવા દો.

સ્ટેપ- 5

હવે તેને એક ભઠ્ઠા પર અથવા સગળી પર 20 થી 30 મિનિટ માટે શેકી લો.

દાળ બનાવવા માટે

એક પેનમાં ઘી નાખી તેમાં હિંગ અને સરસવનો વઘાર કરી લો અને પછી લાલ મરચું પાવડર નાખ્યા બાદ દાળ ઉમેરો અને પકાવો.

ગાર્નિશ કરીને સર્વ કરો

હવે તેમાં ખાંડ અને કોથમિર નાખીને બરાબર મિક્સ કરી લો.

વાંચતા રહો

બાફલા પર ગરમાગરમ દાળ નાખી સર્વ કરો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં શરદી-ઉધરસ કે હાડકાંની સમસ્યાથી રાહત મેળવા માટે આ રેસીપી અવશ્ય ટ્રાય કરો