ચુરમાના લાડુ બનાવવાની રીત


By Vanraj Dabhi18, Dec 2023 05:51 PMgujaratijagran.com

સામગ્રી

1 કપ ઘઉંનો લોટ, 1 કપ સોજી, 1/4 કપ દળેલી ખાંડ, 1/4 કપ ઘી,1/2 ચમચી લીલી એલચી પાવડર,1/2 ચમચી જાયફળ પાવડર, 5 સમારેલી બદામ, 2 ચમચી કિસમિસ, 2 ચમચી દાણાદાર ખાંડ, 2 ચમચી શેકેલા નારિયેળના ટુકડા, 4 ચમચી ખસખસ, લોટ બાંધવા માટે 3/4 કપ ઉકળેલું પાણી.

ચુરમાના લાડુની રેસીપી

ચુરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ અને સોજી લો, આ મિશ્રણમાં 2 ચમચી ઓગાળેલું ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 1

હવે બાઉલમાં હૂંફાળું પાણી રેડો અને સખત લોટ બાંધો અને પછી લોટના સરખા ભાગમાં વિભાજીત કરો અને તેને અંડાકાર આકારમાં ફેરવો.

સ્ટેપ- 2

ત્યાર બાદ મધ્યમ આંચ પર એક તવા મૂકો અને તેમાં બાકીનું ઘી ગરમ કરો અને કાળજીપૂર્વક બોલને કડાઈમાં મૂકો અને તેમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને તેને કાગળના ટુવાલમાં કાઢી લો.

સ્ટેપ- 3

ઠંડુ થાય પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને પાવડર બનાવી લો. ચેક કરો કે તેમાં કોઈ ગઠ્ઠા નથી. જો જરૂરી હોય તો, સ્ટ્રેનર દ્વારા પાવડરને ગાળી લો અને પાવડરને મોટા બાઉલમાં નાખો.

સ્ટેપ- 4

હવે ચાળેલા લોટમાં દળેલી ખાંડ, એલચી પાવડર, જાયફળ પાવડર, ઝીણી સમારેલી બદામ, કિસમિસ, દાણાદાર ખાંડ, શેકેલા નારિયેળના ટુકડા અને 2 ચમચી ખસખસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બધી સામગ્રીને એકસાથે મિક્સ કરો, ડીપ ફ્રાઈંગ માટે વપરાતું ઘી ઉમેરો અને મિક્સ કરો.

સ્ટેપ- 5

હવે આ ચુરમાના તાજા મિશ્રણને સરખા ભાગમાં વહેંચો અને હથેળીના ઉપયોગ ગોળ લાડુ બનાવો.

સર્વ કરો

હવે એક પ્લેટમાં ખસખસ ફેલાવો અને તેના પર દરેક લાડુ મૂકી દો અને લાસ્ટમાં લાડુને સર્વિંગ પ્લેટમાં મૂકો, તે ઠંડા થાય પછી સર્વ કરી શકો છો અથવા આ લાડુઓને એર ટાઈટ કન્ટેનરમાં રાખી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દાલ બાટી રેસીપી : રાજસ્થાની સ્ટાઈલમાં ઘરે બનાવો દાલ બાટી