Curd Store: ઉનાળામાં દહીંને ખાટું થવાથી બચાવવાની ટિપ્સ


By Vanraj Dabhi06, May 2024 01:01 PMgujaratijagran.com

ભારતીય દહીં

દહીં એક એવો ખાદ્ય પદાર્થ છે, જેનો ઉપયોગ નાસ્તામાં કે લંચમાં પણ કરી શકાય છે.તમે તેને પુલાવ ખીટડી,પરાઠા,ઉત્તપમ સાથે સર્વ કરી શકો છો.

ટિપ્સ-1

જ્યારે તમે દહીં જમાવો ત્યારે તેના માટે હંમેશા તાજા અને પેશ્ચરાઇઝ્ડ દૂધનો ઉપયોગ કરો.વાસી દૂધનો ઉપયોગ કરવાથી દહીં ઝડપથી ખાટું થઈ જાય છે.

ટિપ્સ-2

દહીં જમાવવા માટે પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણોને બદલે માટીના વાસણોનો ઉપયોગ કરો.આમ કરવાથી દહીં ઝડપથી સેટ થાય છે અને લાંબા સમય સુધી તાજું રહે છે.

ટિપ્સ-3

દહીંને જમાવવા માટે કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને કે થોડી ગરમ જગ્યાએ રાખવું શ્રેષ્ઠ છે, પરંતુ એકવાર તે સેટ થઈ જાય પછી તેને બહાર ન રાખો. તેને તરત જ ફ્રિજમાં સ્ટોર કરો. આમ કરવાથી દહીં ઝડપથી ખાટું નહીં થાય.

ટિપ્સ-4

ટિપ્સ-4

દહીં ઝડપથી ખાટું થવાનું એક મુખ્ય કારણ તેમાં બેક્ટેરિયાનું સંચય છે. તેથી,એકવાર તમે તેને સ્ટોર કરી લો, પછી ફરીથી એ વાસણને ખોલવાનો પ્રયાસ કરશો નહીં,કારણ કે જ્યારે પણ તમે તેને ખોલશો,ત્યારે તેમાં બેક્ટેરિયા વધશે.

ટિપ્સ-5

દહીં સમયની સાથે પાણી છોડવા લાગે છે.તેથી એક વખત દહીંનો ઉપયોગ કર્યા બાદ બાકીના મલમલના કપડાને એક બાઉલમાં ફેલાવી દો અને તેમાં દહીં ઉમેરીને પાણીને સારી રીતે નિચોવી લો. હવે તેને ફ્રિજમાં રાખો.

ટિપ્સ-6

દહીંને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાનો બીજો રસ્તો એ છે કે તેને અન્ય કોઈપણ ખાદ્ય પદાર્થથી અલગ રાખવું. જેથી દહીં ખાટું નહીં થાય.

Fresh Lemons: ઉનાળામાં લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ