Fresh Lemons: ઉનાળામાં લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ


By Vanraj Dabhi06, May 2024 11:49 AMgujaratijagran.com

લીંબુ તાજા રાખવાની ટિપ્સ

ઉનાળામાં આપણે ઘરે લીંબુનો ખૂબ જ ઉપયોગ કરીએ છે, પરંતુ લીંબુ એસિડિક હોવાને કારણે ઉનાળામાં તે જલ્ધી ખરાબ થઈ જાય છે તેથી તેને યોગ્ય તાપમાનમાં સ્ટોર કરવું જરૂરી છે.

લીંબુને પાણીમાં ડુબાડી રાખો

લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને પાણીથી ભરેલી કાચની બરણીમાં ડુબાળીને ફ્રિજમાં મુકી દો.

ફળો સાથે સ્ટોર ન કરશો

લીંબુ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી સફરજન,કેળા,વગેરે જેવા ફળોમાં ઇથિલિન નામનું તત્વ હોય છે જે લીંબુને જલ્દી ખરાબ કરે છે.

ઝિપ-લોક બેગમાં સ્ટોર કરો

લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને ઝિપ-લોક બેગમાં સ્ટોર કરવાથી લીંબુ લાંબા સમય સુધી બગડતા નથી.

એલ્યુમિનિયમ ફોઈલ પેપર

એલ્યુમિનિયમ ફોઈલ પેપર

લીંબુંને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તમે એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં લપેટીને ફ્રેશ રાખી શકો છો.

પ્લાસ્ટિકના કન્ટેનરમાં સ્ટોર કરો

આપણા બધાના ઘરે પ્લાસ્ટિકની ઘણી બરણી હોય છે.તમે લીંબુને પ્લાસ્ટિક પોલિથીનમાં લપેટીને પછી તેને એર-ટાઈટ કન્ટેનરમાં મૂકો અને ફ્રિજમાં રાખો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Home Remedies : ઘર કે રસોડામાં કીડીઓથી છુટકારો મેળવવાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ