બાફેલા બટાકા-વટાણાની મેશ,કેપ્સીકમ,ગાજર,બર્ગર બન,ચાટ મસાલો,મેયોનીઝ,કાકડી-ટામેટાની સ્લાઈસીસ,કોબીજ,ટોમેટો કેચપ,મીઠું ,તેલ.
એક બાઉલમાં બટાકા,મકાઈ,ગાજર,લીલા વટાણા કેપ્સીકમ,ચાટ મસાલો,મરી,મીઠું ઉમેરી મિક્ષ કરી લો.
આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવીને પેટીસ જેવો આકાર આપો.
હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પેટીસ નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
હવે બર્ગર બનને શેકી બહાર કાઢી તેના પર થોડું માખણ લગાવી તેના પર ટોમેટો કેચપ લગાવો અને પછી કોબીજ,ટામેટા,કાકડીની સ્લાઈસ મુકો.
એક ચીઝની સ્લાઈસ મૂકી, ઉપરના બન પર મેયોનીઝ લગાવી,હર્બ્સ છાંટી બનને ચીઝની સ્લાઈસ પર મૂકી સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.