દેશી સ્ટાઈલમાં બાજરાના ચુરમાના લાડુ બનાવવાની રીત


By Vanraj Dabhi19, Feb 2024 12:47 PMgujaratijagran.com

ચુરમાના લાડુ

આજે અમે બાજરાના લોટ,ઘી,ડ્રાય ફ્રૂટ્સ અને ગોળ વડે બનાવેલા બાજરાના ચુરમા લાડુની રેસીપી વિશે જણાવીશું.

સામગ્રી

બાજરાના રોટલા,ડ્રાય ફ્રૂટ્સ,ઘી,તલ,ગોળ.

સ્ટેપ- 1

સૌ પ્રથણ એક નાની કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ગોળ અને પાણી ઉમેરીને બરાબર ઓગળી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં બાજરાના લોટ,પાણી મીઠું ઉમેરી મિક્સ કરીને લોટ બાંધી રોટલા બનાવી લો.

સ્ટેપ- 3

બાજરાની રોટલાના ટુકડા કરીને તેનો ભુકો કરી લો.

સ્ટેપ- 4

હવે તેને ઘટ્ટ મિશ્રણમાં નાખી મિક્સ કરી લો અને ઉપરથી બદામ,તલ અને તૈયાર કરેલ ગોળની ચાસણી ઉમેરો.

સ્ટેપ- 5

હવે હાથ વડે સારી રીતે મિક્સ કરીને ગોળ ગોળ લાડુ બનાવી લો.

સર્વ કરો

તૈયાર છે બાજરાના ચુરમાના લાડુ,તમે તેને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વેજ લોલીપોપ રેસીપી