સાબુદાણા,પાણી,સીંગ દાણાનો ભુકો,લીલા મરચાના ટુકડા,મીઠું,કાળા મરી પાવડર,દહીં,રાજગરાનો લોટ,કોથમરી,તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં સાબૂદાણા ધોઈને 4-5 કલાક પલાળીને રાખો અને પછી ગરણીની મદદથી પાણીમાંથી બહાર કાઢીને મિક્સર બાઉલમાં મેશ કરી લો.
હવે તેમાં સીંગદાણાનો ભુકો,લીલા મરચાની કટકી,મીઠું,કાળા મરીનો પાવડર ઉમેરો.
હવે તેમાં દહીં,રાજગરાનો લોટ, કોથમરી ઉમેરીને મિક્સ કરીને મિશ્રણ બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલ મિશ્રણમાંથી નાના નાના ભજીયા બનાવીને તળી લો.
તૈયાર છે ફરાળી ભજીયા, તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.